મંદિર માં રામ ભરોસે વહિવટ ચાલે છે અહિયા ગુજરાત સરકારે કોઇ અધ્યક્ષ કે કોઇ ટ્ર્સ્ટી નીમ્યા નથી છેલ્લા ૧૫ વરસ થી મંદિર માં કોઇ ટ્ર્સ્ટી કે કોઇ પદાઅધીકારી નિમવા માં આવ્યા નથી તેમ છ્તાં આજે અધ્યક્ષ તરીકે મામલતદારશ્રી રુપાલ ગ્રામ પંચાયત ને નોટીસ આપી કે પલ્લી ૬/૧૦/૨૦૧૧ ના રોજ છે તો જે રસ્તે થી પલ્લી રથ નીક્ળવા નો છે તે રસ્તા ની લાઇટ સગવડ તથા રસ્તા નું સમારકામ ગ્રામ પંચાયતે કરવાનો રહેશે. હવે મને એ ખબર નથી પડ્તી આ અધ્યક્ષ પાસે સરકારી હુકમ નથી કે તેઓ વરદાયની દેવસ્થાન ના અધ્ય્ક્ષ છે તેમ છ્તાં પોતાની પેઢી હોય તેમ વરતે છે. એક તો ગ્રામ જનો પોતાના મહેમાનો નો ખર્ચો ઉઠાવે કે મંદિર ની પલ્લી નો ખર્ચો ઉઠાવે? ગામ માં આવનાર દરેક માઇ ભક્તો નો ચા-પાણી જમવાનો તથા તેમની સેવા તો ગામ વાળા જ કરે છે. તેમ છ્તાં મંદિર મંદિર માથી એક પણ આવનાર ભક્ત ને મફ્ત સેવા નથી મળતી ના રહેવા ની નાતો ચ્હા નાસ્તા ની કે ના જમવાની તો મંદિર ની આવક લાખો માં થાય છે અહીયાં સ્ટાફ પણ એટ્લો નથી તો આ મંદિર ની આવક ક્યાં જાય છે ? મંદિર માંથી મંદિર ના નામે સીડીઓ બનાવી ૩૦ રુપીયા માં વેચવા માં આવે છે મદિર ના નામે માતાજી ના નામે ગુજરાતી ફિલ્મોની કથા લખાય છે જેના રુપીયા માઈ ભક્ત આપે છે તો મંદિર માં આ બધી આવકની શું જરુર ? હવે માઇ ભક્તો મંદિર ને ધંધો કરવા રુપીયા કેમ આપે? જો આપે તો મંદિર કઇ રીતે સ્વિકારી શકે? અને પાછું કોઇ જાત નું ટેન્ડર તો બહાર નહી પાડવાનુ ! આ કઇ જાત નો વહીવટ છે અને કોણ કરે છે તેની બાબત માં કોઇ જાહેર બોર્ડ નથી કોઇ ને કાઇ પુછવા કોઇ માઇ ભક્ત જાય તોય કોને પુછે? આજે મંદિર માં એવો ઠરાવ છે કે પલ્લી રથના રસ્તા અને ત્યાંની લાઇટો નો તમામ ખર્ચો મંદિર ભોગવશે.. એક ટ્ર્સ્ટી તો જે ૧૫ વરસ પહેલા ટ્ર્સ્ટી હતાં તેઓ તો જાણે મંદિર ના માલિક હોય અને નરેન્દ્ર મોદી ને ખીસ્સા માં લઇ ફરતા હોય તેવો રોપ જાડે છે. હાલ માં તેમના પાસે પણ મંદિર માં ના વ્યવસ્થાપક છે કે નહી તેનો પુરાવો નથી. માઇ ભક્તો હું તો સરકાર માં લખી લખી થાક્યો તો નથી પણ એક્લો પડુ છું અને ઉપર થી કોઇ તપાસ મંદિર માં આવે તો પણ મને લુખ્ખા તત્વો ધમકીયો આપી જાય છે તે મેં ના કર્યુ હોય તો પણ બોલો હું કોઇ નો વિરોધ નથી કરતો પણ આખરે મંદિર માં આવતા રોકડ અને ભૅટ સોગાતો પર નો અધિકાર તો માત્ર ને માત્ર વરદાયિની માતાનો છે તો તેમને તો કોઇ પુછો કે આ રુપીયા નું શું કરવું છે? ક્યાં નાખવા છે ? તેમના જ કામ માં ના આવે તો તે શું મદિર માં ચોરી થાય છે તેના માટે તો ભેગા નથી કરતાં? જે લોકો મને સાથ સહકાર આપવા તૈયાર હોય તે લોકો પ્લિઝ મને પોતાના નંબર સાથે મને સંપર્ક કરેં…હવે તો આવા વહિવટ સામે તો માતાજી પણ કંટાળી ગયાછે મારા સપના માં આવી કહેતા હતા હવે મારા ભક્તો ને કોક તો ન્યાય અપાઓ…
જાણવા જેવુ
18 09 2011
Advertisement