WHAT IS PALLI?

free hit counter

Montage créé avec bloggif

પલ્લી એટલે શું?

આસો સુદ નોમ ના દિવસે પલ્લી થાય છે. પંચબલી શબ્દ ઉપર થી પલ્લી શબ્દ આવેલો છે. વરદાયિની માતાજી ની આ પલ્લી માં સૌથી ઉપર ની જ્યોત માં વરદાયિની મા ખુદ બિરાજમાન હોય છે તેથી ઉપરના મેર ને કન્યા ના શણગાર થી સજાવા માં આવે છે માંડિયો ઘાટ્ડી વગેરે..બાકી ના ચાર દિશા એ ચાર પ્રકાર ના દેવો બિરાજ માન છે. સૌથી નીચે ચાવડા વંસજ કે જે ઓ માતાજીની રક્ષા કરતા શહીદી ને વર્યા હતાં અને મેલડી મા માટે ત્યાં ખિચડા નો પ્રસાદ મુકવા માં આવે છે કે જે પલ્લી યાત્રા દરમ્યાન રસ્તા માં ગોગ ચહૌણ અને મેલડી માતા નું મંદિર આવે ત્યારે તેમાથી થોડો પ્રસાદ લઇ તેમના મંદિર માં મુકવા મા આવે છે. આ પલ્લી પ્રથમ તો પાંડ્વો એ  સોના ની બનાવી ને  શરુ  કરેલી  ક્ળીયુગ  માં પાટણ રાજા સિધ્ધરાજે ખિજ્ડા ના લાકડા માં થી બનાવી ઐતિહાસિક પ્રાપ્ત માહિતી અનુસાર આ પલ્લી ના સર્જન માટૅ બ્રાહ્મ્ણ  વણિક પટેલ સુથાર વણકર વાળંદ પીજારા ચાવડા માળી કુંભાર વગેરે અઢાર કોમ નો સમાવેશ થાય છે. આ પલ્લી પર્વ સર્વ ધર્મ સમભાવ નું પ્રતિક છે પલ્લી ઉત્સવ ત્રણ દિવસનો હોય છે જેમા આઠ્મની રાત્રીએ બોરુજ મા ની નાની પલ્લી મિસ્ત્રી ભાઇઓ દ્વારા નિકળે છે બિજા દિવસે નોમ સવારે માતાજીનુ વધામણુ અને તેજ દિવસે સવારે પલ્લી નુ લાકડું વણકર ભાઇઓ લાવે છે તેજ દિવસે પલ્લી ઘડાય છે અને બપોરે માતાજીની પાલખી વચલી ચોકરી અને ચાવડા વાસ માં થી એમ બે જગ્યા એ થી નિક્ળે છે.રાત્રે માતાજી પલ્લી ઉપર ચોખ્ખા ઘી થી અભીસેક થાય છે આખા ગામ માં ઘીની નદીયો વહે છે અમારે ત્યા રુપાલ ગામ માં માતાજી ના નવે નવ દિવસ લેવા માં આવે છે અને માતાજી ની પલ્લી ઉપડવાનો કે મંદિર પહોચવાનો કોઇ નક્કી સમય નથી હોતો તેથી આખી રાતનો મેળો હોય છે અહી લાખોમણ ઘી નો અભિસેક થાય છે અને સવારે એટ્લે કે દ્શેરા ના દિવસે પલ્લી મંદિર મા પહોચે છે અને ખાસ જો આપે બાધા માની હોય અને આપની બાધા પુર્ણ થઇ હોય તો આપે મંદિર માં પૈસાની પહોચ તો કદી ના ફડાવવી નહી તો આપની બાધા પુર્ણ નહી થાય કારણ કે મંદિર માં થી ઘી નથી ચડ્તુ તો આપે જાતેજ ગામ માં કે મંદિર માં મુકેલા વાસણ માં ઘી લઇ રેડ્વું….

આપની સેવામાં સદા હાજર આપનો

જીગ્નેશ શુકલ ના જય વરદાયની

 

TV9 GUJARAT

Advertisements

4 responses

5 10 2010
ramkrishna mahadik

maa vardayani is our kul devi I am from pali village of Chiplun Taluka of Ratnagiri dist in maharastra if possible you can send me a full picture (phtograph) of Maa Vardayani

29 10 2012
hardik barot

i am hardik barot. i send the palli videos CD in 2010. so you a send to your addresse in my mobile : 09898853780, & Email : hardik@cfdm.in

2 10 2013
Kinjal Patel Sardhav

Web Site Is Boring But Matter is Nice Please Upload a Flash Web site contact vasant patel (+91 99244 65259) For Making web site

2 10 2013
VASANT PATEL

ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં નવરાત્રિની નોમની રાત્રે પલ્લી મહોત્સવની ઉજવણી થાય છે. પલ્લી ઘીનો ઉત્સવ છે, ભાવિકોની પરિપૂર્ણ થયેલી માનતાઓનો ઉત્સવ છે. જેમાં મા વરદાયિની પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિ સમાયેલી છે.

પલ્લીના દિવસે માત્ર ગુજરાત જ નહીં, પરપ્રાંતો અને પરદેશમાંથી ભકતોનો પ્રવાહ ઊમટી પડે છે. રૂપાલ તરફના માર્ગો ભક્તિથી ઊભરાય છે. સુખ-સમૃદ્ધિ માટે માતાની માનતા રાખનારા હજારો ભકતો માનતાનું ઘી લઇને આવે છે. મા વડેચીના પલ્લીના રથ ઉપર પોતાની મનવાંછિત મનોકામના પૂરી થયાની તૃપ્તિમાં ઘી ચઢાવવા પડાપડી કરતા હોય છે. યાંત્રિક યુગમાં મા વરદાયિનીનો મહિમા અપરંપાર છે. હજારો મણ શુદ્ધ ઘીની પલ્લીના રથ ઉપર રેલમછેલમ થાય છે અને રથ પસાર થઇ ગયા પછી રસ્તા ઉપર ઘીની વહેતી નદીઓ આ યુગની હકીકત છે.

વરદાયિનીનો વિષ્ણુપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. રાક્ષસોનો સંહાર કરવા શક્તિનું વરદાન મેળવવા વરદાયિનીની આરાધના કરી ભગવાન વિષ્ણુએ શસ્ત્રોનું વરદાન મેળવ્યું હતું. ત્રેતાયુગમાં ભગવાન રામે પણ રાવણ અને રાક્ષસોનો સંહાર કરવામાં વરદાયિની પાસેથી વરદાન મેળવી શસ્ત્રો મેળવ્યાં હતાં. ત્યાર બાદ દ્વાપરયુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતાં પહેલાં પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર ખીજડાના ઝાડ નીચે સંતાડી એની રક્ષા માટે વરદાયિનીને પ્રાર્થના કરી હતી. આ ખીજડાના ઝાડ નીચે માનું સ્થાનક હતું.

એ વખતે રૂપાલ અને આજુબાજુના પંથકમાં ગાઢ જંગલ જ હતું. ગુપ્તવાસ પૂરો કરી પાંડવો પરત પુન: માના સ્થાનકે પાછા ફર્યા હતા અને એમનાં અસ્ત્ર-શસ્ત્ર છુપાવ્યાં હતાં તે પરત મેળવી માના આશીર્વાદ લીધા અને ત્યાં પંચબલિ યજ્ઞ કરી સોનાની પંચદીપ પલ્લી બનાવી મા પાસે મૂકી હતી. આમ પલ્લીનો પ્રારંભ મહાભારત કાળથી પાંડવોએ કર્યો હતો, પરંતુ કળિયુગના આગમને સોનાની પલ્લીની જગ્યાએ ખીજડાના ઝાડ પુષ્કળ હોવાને કારણે અને માને પ્રિય હોવાને કારણે ખીજડાના વૃક્ષમાંથી પલ્લી બનાવવાનો રિવાજ ચાલુ થયો અને જે પરંપરાગત રીતે આજ દિન સુધી ચાલતો આવ્યો છે.

માની પલ્લી એટલે માનો રથ જેની ઉપર પાંડવોની પ્રતીક સમી પાંચ જયોત ઝળહળે છે અને તે રથમાં મા સ્વયં બિરાજમાન હોય છે. માતાજીની પલ્લી રથ માટે ગામમાં વસતા અઢારે આલમના લોકો સેવા આપે છે અને સૌ પોતપોતાની સેવા સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરે છે.

માની પલ્લી તૈયાર થયા બાદ તેનું પૂજન અર્ચન કરીને મઘ્યરાત્રિએ ગામના લોકો પલ્લીરથનું પ્રયાણ કરાવે છે. વાજતે-ગાજતે પલ્લી ગામનાં ૨૭ ચોક-ચોકારી પસાર કરે છે ત્યારે માર્ગમાં હૈયે હૈયું દળાય તેટલી ઠેર-ઠેર જનમેદની પલ્લીરથનાં દર્શન કરે છે. પલ્લીની રક્ષા કરતા ગામના રજપૂતો ખુલ્લી તલવારો સાથે પલ્લીની સન્મુખ પાછા પગે રખેવાળી કરે છે. પલ્લીયાત્રા અમદાવાદની રથયાત્રાની અચૂક યાદ અપાવે છે.

પલ્લી વજનદાર હોવા છતાં પણ ગ્રામજનોના હાકોટે અને ઊચાનીચા ખાડા-ટેકરાવાળા રસ્તા પરથી હડુ…ડુ…ડુ… કરતી સડસડાટ ચાલે છે. બહારગામથી આવેલાં અને શહેરીજનો તો આ દ્દશ્ય જોઇને મોંમાં આંગળી નાખી જાય છે. ચકલે ચકલે ઘીના દેગડા, દેગડીઓ, પીપ અને ટ્રેકટરની ટ્રોલી શુદ્ધ ઘીથી છલકાતી હોય છે અને આમ હજારો મણ ઘીનો અભિષેક પલ્લીરથ ઉપર કરવામાં આવે છે.

પલ્લીના પાંચ કુંડામાં શ્રદ્ધાના પ્રતીકરૂપે ઘી હોમાતું હોય. ભાવિકો રીતસર જાણે ઘીથી સ્નાન કરતાં હોય અને ગામની શેરીઓ, રસ્તાઓ પર ઘીની નદીઓ વહેતી હોય એવાં દ્રશ્યો આ ઉત્સવમાં જોવા મળે છે. ત્યારે વાતાવરણમાં દિવ્યતાનો અવર્ણનીય સંગમ રચાય છે. પલ્લીરથ ઉપર અભિષેક થયેલું ઘી માત્ર ગામના વાલ્મીકિ ભાઇઓને જ લેવાનો અધિકાર છે. તેઓ પ્રસાદીરૂપે મેળવેલું આ ઘી ગરમ કરીને ગાળીને કુટુંબ-કબીલામાં વહેંચે છે.

માના રથ ઉપર અસંખ્ય ફૂલો અને શ્રીફળના હાર ચઢાવવામાં આવે છે. ગામનાં નર-નારીઓ ચોખા, કંકુ અને શ્રીફળથી માને વધાવે છે. ત્યારે ગામના યુવકો પલ્લીરથ ઉપર ઘીની ધારાવાડ કરે છે. નાનાં બાળકોને પલ્લીરથની પ્રદિક્ષણા કરાવવામાં આવે છે અને બાધાવાળાં બાળકોની લટ કાપવામાં આવે છે અને આમ કરતાં માની પલ્લી નિજ મંદિરની નજદીક આવે છે ત્યારે ભક્તો માનો જયજયકાર કરે છે.

પલ્લીરથ મંદિરમાં પ્રવેશતાં જ માની મૂર્તિ ખૂબ જ સુંદર ભાવવિભોર તથા રૂપ બદલાયેલ દેખાય છે. માનું મુખ આનંદી અને હમણાં જ જાણે હસીને બોલી ઊઠશે તેવું મનોહર દેખાય છે. ભક્તો માનાં દર્શન કરી પાવન થાય છે અને મેળાનો અનહદ આનંદ લૂંટે છે. પલ્લી માની સન્મુખ મંદિરમાં પધરાવવામાં આવે છે. જયાં આરતી થાય છે, ગરબા ગવાય છે અને ભકતો પ્રસાદ લઇને વિખૂટા પડે છે. આમ પલ્લીમેળામાં ભાગ લઇ માનાં દર્શન કરવા તે એક અદભૂત લહાવો લેવા બરાબર છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s
%d bloggers like this: