NEWS

14681862_1215968758466619_1256

free hit counter

divya

અમદાવાદનાં ભકતે ૧૫ લાખ રૂપિયાની કિંમતના ૫૦૦ ગ્રામ સોનાના મુગટનું દાન કર્યું

ભાસ્કર ન્યૂઝ . ગાંધીનગર

હિરા જડીત ૫૦ તોલાના સુવર્ણ મુગટથી જગવિખ્યાત રૂપાલનાં વરદાયીની માતાજી શોભામાન થઇ રાાં છે. અમદાવાદના માઇ ભકત દ્વારા ઓરીજીનલ ડાયમંડ જડેલો ૧૫ લાખ રૂપિયાની કિંમતનો ૫૦૦ ગ્રામ સોનાનો મુગટ અર્પણ કરાયો હોવાની આ પ્રથમ ઘટના છે. જો કે આ મુગટના કારણે મંદિરમાં આધૂનિક એસએલઆર રાયફલ સાથે ૨૪ કલાક પોલીસ સિકયોરીટી લાદવામાં આવી છે.

ગાંધીનગરથી ૧૫ કિલો મીટર દૂર આવેલા રૂપાલ ગામ સિવાય દુનિયામાં એવુ કોઇ ગામ નહીં હોય કે જયાં શ્રઘ્ધાના નામે ગામની શેરીઓમાં ઘીની નદી વહેતી હોય. આસો સુદ-૯ના દિવસે વરદાયીની માતાની પલ્લી ભરાય છે, જયાં પાંડવ કાળથી માતાજીની પલ્લી ઉપર શુઘ્ધ ઘીનો અભિષેક થાય છે. ત્યારે રાતભર ગામમાં પ્રદિ ાણા કરતી પલ્લી ઉપર લાખો કિલો શુઘ્ધ ઘી ચઢાવાની પરંપરા પાંડવ કાળથી ચાલી આવે છે. આ અલૌકિક પ્રસંગ ૧૩મી ઓકટોબરને રવિવારે રાત્રે ઉજવાશે. હાલમાં શુઘ્ધ ઘીનો ભાવ અંદાજે રૂ.૩૦૦ ચાલી રાો છે. તે પ્રમાણે નોમની રાત્રે માતાજીની પલ્લી ઉપર અંદાજે ૧૫ કરોડ રૂપિયાથી વધુની કિંમતના ઘીનો અભિષેક થશે.

મંદિરના મેનેજર અરવિંદભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ૫૦ તોલા સોનાનો મુગટ અર્પણ કરનાર ભકતએ ગુપ્તદાન કર્યુ હોવાથી તેઓ પોતીની ઓળખ છતી કરવા માગતા નથી.

મુગટની સલામતી માટે મંદિરમાં ૩ સીસી ટીવી કેમેરા લગાવી દેવાયા છે.

૫૦૦ ગ્રામ સોનાના મુગટની કિંમત છે રૂ.૧૫ લાખ.

સુવર્ણ મુગટ પહેરાવ્યા બાદ દર્શનાર્થીઓની સંખ્યામાં થઇ રહેલો વધારો.

૧૩મીને ગુરુવારે પલ્લી ભરાવાની હોવાથી પોલીસના ૩૦૦ જવાનોના કાફલા સાથે સ્પેશિયલ કમાન્ડો અને એસઆરપી તહેનાત રહેશે.

રૂપાલનાં વરદાયિની મા હીરાજડિત સુવર્ણ મુગટથી શોભાયમાન થયાં

Published on 09 Oct-2013

રૂપાલમાં ૩૦૦ પોલીસ જવાનો -કમાન્ડો તૈનાત રહેશે

રૂપાલમાં ૩૦૦ પોલીસ જવાનો -કમાન્ડો તૈનાત રહેશે
આગામી તા ૧૩મીનાં રોજ યોજાનાર પલ્લીમાં લાખો ભાવિકો ઉમટી પડશે
ભાસ્કર ન્યૂઝ.ગાંધીનગર
ગાંધીનગરનાં રૂપાલ ગામે આવેલા વરદાયીની માતાની પલ્લી કાઢવાની હજારો વર્ષ જુની પરંપરા છે. દર વર્ષ નવરાત્રીનાં દિવસોમાં નોમનાં દિવસે યોજાતી પલ્લી આગામી તા ૧૩મીનાં રોજ યોજાશે. જેમાં સુર ાા તથા વ્યવસ્થાને ઘ્યાને લઇને પોલીસે, ટ્રાફિક બ્રિગેડ તથા કમાન્ડો સહિત ૩૦૦ જેટલા જવાનો તૈનાત રહેશે.ગાંધીનગર પાસે આવેલા રૂપાલ ગામે યોજાતી પલ્લી દુનીયાભરમાં ખ્યાતી પામી છે. દર વર્ષે આસો સુદ નોમનાં દિવસે યોજાતી આ પલ્લીમાં ભાગ લેવા લાખોની સંખ્યામાં ભાવીકો આસો સુદ નોમનાં દિવસે રૂપાલમાં ધામા નાંખે છે. જેમાં મધરાતે પલ્લીને ગામમાં ફેરવીને હજારો કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. આ વર્ષોજુની પરંપરા આગામી નોમના દિવસે પણ જળવાઇ રહેશે. જેના પગલે લાખોની મેદનીની વ્યવસ્થા જાળવવા તથા સુર ાાને ઘ્યાન લઇને પોલીસ દ્વારા પોલીસ જવાનો પલ્લી દરમિયાન તૈનાત કરવામાં આવશે. પોલીસ સુત્રોનાં જણાવ્યાનુંસાર પલ્લી દરમિયાન રૂપાલમાં ૧ ડીવાયએસપી, ૭ પીઆઇ, ૨૮ પીએસઆઇ, ૨૩૦ પોલીસ જવાનો, ૩૦ મહિલા પોલીસ, ૧૫ કમાન્ડો તથા ૨૫ જેટલા ટ્રાફિક જવાનો તૈનાત રહેશે.

સીસીટીવી કેમેરા તથા એલસીડી લાગશે

પલ્લીમાં દરવર્ષે વધતી જતી ભાવીકોની સંખ્યાને ઘ્યાને લઇને વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવી રાો છે. જેમાં આ વર્ષે પલ્લી પર ૮ જેટલા સીસીટીવી કેમેરાની નજર રહેશે. ઉપરાંત પલ્લીનાં જીવંત પ્રસારણ માટે ૮ જેટલી એસલીડી સ્કીન પણ મુકવામાં આવશે. જયાથી લોકો પલ્લીને નિહાળી શકશે.

૬ સ્થળો પર પાર્કિગની વ્યવસ્થા કરાઇ

પલ્લીમાં ભાગ લેવા આવનાર ભાવીકોનાં વાહનોનાં યોગ્ય પાર્કીગ માટે પોલીસ દ્વારા પાર્કિગની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે રૂપાલની આસપાસનાં જુદા જુદા ૬ સ્થળો પર વાહન પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે. જયાં ટ્રાફિક જવાનો તથા પોલીસ જવાનો હાજર રહીને વાહનોની દેખરેખ રાખશે. ઉપરાંત તમામ પાર્કીગ સ્થળો પર લાઇટોની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જો કે પલ્લીનાં દિવસે ગામમાં વાહનોને જવા દેવામાં નહી આવે. ગામનાં મહેમાનો માટે હાઇસ્કુલનાં ગ્રાઉન્ડમાં પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રામજનો સાથે પોલીસે ૩ બેઠકો યોજી

પોલીસે જણાવ્યું હતું કે રૂપાલમાં પલ્લીની વ્યવસ્થા સુપેરે જળવાઇ રહે તે માટે પોલીસ તથા તંત્ર દ્રારા પલ્લીમાં ભાગ લેતા ૧૮ કોમનાં આગેવાનો સાથે ૩ વખત મિટીંગો યોજી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પલ્લી ગામનાં ૨૮ સકલામાં ફરશે. જયાં દરેક સકલામાં તેના પર ધીનો અભિષેક કરવામાં આવશે.

સીસીટીવી કેમેરા તથા એલસીડી લાગશે

પલ્લીમાં દરવર્ષે વધતી જતી ભાવીકોની સંખ્યાને ઘ્યાને લઇને વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવી રાો છે. જેમાં આ વર્ષે પલ્લી પર ૮ જેટલા સીસીટીવી કેમેરાની નજર રહેશે. ઉપરાંત પલ્લીનાં જીવંત પ્રસારણ માટે ૮ જેટલી એસલીડી સ્કીન પણ મુકવામાં આવશે. જયાથી લોકો પલ્લીને નિહાળી શકશે.

૬ સ્થળો પર પાર્કિગની વ્યવસ્થા કરાઇ

પલ્લીમાં ભાગ લેવા આવનાર ભાવીકોનાં વાહનોનાં યોગ્ય પાર્કીગ માટે પોલીસ દ્વારા પાર્કિગની પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે રૂપાલની આસપાસનાં જુદા જુદા ૬ સ્થળો પર વાહન પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે. જયાં ટ્રાફિક જવાનો તથા પોલીસ જવાનો હાજર રહીને વાહનોની દેખરેખ રાખશે. ઉપરાંત તમામ પાર્કીગ સ્થળો પર લાઇટોની પણ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જો કે પલ્લીનાં દિવસે ગામમાં વાહનોને જવા દેવામાં નહી આવે. ગામનાં મહેમાનો માટે હાઇસ્કુલનાં ગ્રાઉન્ડમાં પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગ્રામજનો સાથે પોલીસે ૩ બેઠકો યોજી

પોલીસે જણાવ્યું હતું કે રૂપાલમાં પલ્લીની વ્યવસ્થા સુપેરે જળવાઇ રહે તે માટે પોલીસ તથા તંત્ર દ્રારા પલ્લીમાં ભાગ લેતા ૧૮ કોમનાં આગેવાનો સાથે ૩ વખત મિટીંગો યોજી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પલ્લી ગામનાં ૨૮ સકલામાં ફરશે. જયાં દરેક સકલામાં તેના પર ધીનો અભિષેક કરવામાં આવશે.

બંદોબસ્ત

રૂપાલની શાળામાંથી નીકળ્યો રસેલ વાઇપર

Bhaskar News, Gandhinagar  |  Nov 07, 2012, 00:35AM IST
રૂપાલની શાળામાંથી નીકળ્યો રસેલ વાઇપર

૧પ મિનિટમાં જ મોતને ઘાટ ઉતારનારા રસેલ વાઇપરને ગીર ફાઉન્ડેશનને સોંપાયો

ગાંધીનગરથી પાંચ કિલોમીટરના અંતરે આવેલા રૂપાલની પ્રાથમિક શાળામાં સોમવારે સવારે દોડધામ મચી ગઈ હતી. એક તરફ બાળકોનું શિક્ષણકાર્ય ચાલી રહ્યું હતું અને બીજી તરફ અત્યંત ઝેરી ગણાતા સાપ રસેલ વાઇપર (ખડચીતરો)ને ઝડપી લેવાનું ઓપરેશન ચાલી રહ્યું હતું. અડધા કલાકની જહેમત બાદ સર્પમિત્રે સાપને માટીના થરમાંથી પકડી લેતાં શાળાનાં બાળકો, શિક્ષકો અને અન્ય કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ૧પ મિનિટમાં જ મોતને ઘાટ ઉતારનારા રસેલ વાઇપરને ગીર ફાઉન્ડેશનને સુપરત કરી દેવામાં આવ્યો છે.

રૂપાલની પ્રાથમિક શાળામાં સવારે ૯ વાગ્યાની આસપાસ શાળાના પ્રાંગણમાં ખડચીતરો જોવા મળ્યો હતો. સાપ નીકળતાં જ શાળાના આચાર્યે સર્પમિત્ર અને રાંધેજાની ગૂજરાત વિદ્યાપીઠના કર્મચારી ભીખાજી દરબારને જાણ કરી હતી. ભીખાજીએ શાળામાં પહોંચી અડધા કલાકની મથામણ બાદ માટીના થરમાંથી રસેલ વાઇપરને પકડી લીધો હતો. પાંચ ફૂટ લાંબા ખડચીતરાને બાદમાં ગીર ફાઉન્ડેશનને સુપરત કરી દેવામાં આવ્યો હતો. જવલ્લે જ જોવા મળતી પાંચ ફૂટની લંબાઈ ધરાવતા રસેલ વાઇપરને ફાઉન્ડેશને ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાનમાં મુલાકાતીઓ માટે પ્રદર્શનમાં રાખ્યો છે.

ભીખાજી દરબારે કહ્યું હતું કે રાંધેજા અને રૂપાલ આસપાસ પ્રથમ વાર રસેલ વાઇપર જેવો ઝેરી સાપ જોવા મળ્યો છે. ખડચીતરો નજીકમાંથી પસાર થનારી વ્યક્તિને પણ ડંખ મારી દેતો હોય છે.

તાત્કાલીક સારવારથી વ્યક્તિ બચી શકે છે પરંતુ તેનામાં હીમોટોક્સિક નામનું ઝેર હોવાથી વ્યક્તિને આંખ, કાન, નાક અને મોંમાંથી તત્કાળ લોહી નીકળવા મંડે છે અને ૧પ મિનિટમાં જ વ્યક્તિ મૃત્યુ પામે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રસેલ વાઇપરે દંશ દેતાં વડોદરામાં યુવાનનું તત્કાળ મૃત્યુ થયું હતું.

રૃપાલની ‘પલ્લી’ પર પાંચ લાખ કિલો ઘી નો અભિષેક
ગાંધીનગર શહેર નજીક આવેલા રૃપાલ ગામમાં બુધવારે રાત્રે વરદાયિની માતનો પલ્લી મેળો ભરાયો હતો. મહાભારતકાળથી ગામમાં કાઢવામાં આવતી આ પલ્લી મેળામાં આ વખતે જાણે શ્રધ્ધાનો મહાસગાર છલકાયો હોય તેમ દસ લાખ જેટલા ભક્તો ઉમટી પડયા હતા. એટલુ જ નહીં, આ ભક્તો દ્વારા પલ્લી પર પાંચ લાખ કિલોગ્રામ ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.બજાર કિંમત પ્રમાણે આ વખતે પલ્લી પર ૧૫થી ૧૭ કરોડ રૃપિયાંના ઘીનો અભિષેક કરવામાં આવ્યો છે. જે ગત વર્ષ કરતાં દોઢ ગણો વધારે છે. (તસવીરઃધર્મેન્દ્રસિંહ કુંપાવત)

Montage créé avec bloggif
તારિખઃ ૧૨/૬/૨૦૦૮

વરદાયિની માતા દેવસ્થાન માં લગભગ રૂ.૯૩,૦૦૦ નાં ખર્ચે બે સિસ્ટમ લગાવા માં આવી છે,જેના થી મંદિરે દર્શનાર્થે આવવાળા ભક્તજનો ને સેફ્ટી મળી રહે જેમાં ખાસ તો ફાયર સિસ્ટમ લગાડેલી છે અને તેના થી સવિશેષ એ કે માતાજી ના મંદિર માં વારેગડીયે ચોરીઓ થતી હતી તેનાં માટે આધુનિક સિસ્ટમ થી મંદિરને સજધજ કરવામાં આવ્યું છે. જેમ કે માતાજી ના મંદિર ના દરેક ક્ષ્રેત્રનુ સી . સી. કેમેરાની મદદ થી ૨૪ કલાક રેકોર્ડિગ ચાલુ ને ચાલુ રહેશે.

 

ધર્મોત્સવમાં પ્રથમવાર ભાવિક મહિ‌લાનું મૃત્યુ: ચાર ઘાયલ

Bhaskar News, Gandhinagar | Oct 26, 2012, 00:56AM IST

માતા વરદાયિનીના પલ્લી મહોત્સવની પરંપરા દરમિયાન પ્રથમવાર કોઇ ભાવિકના મૃત્યુનો બનાવ આ વખતે બન્યો છે. વહેલી સવારે પલ્લીમાં ઘી ચઢાવવા થયેલા ભાવિકોના ભારે ધસારા વખતે ગાંધીનગરમાં સેક્ટર-૨૪માં આદર્શનગર પીળાપટ્ટાની વસાહતમાં રહેતાં અને પરિવાર સાથે રૂપાલ ગયાં પછી અલગ પડી ગયેલાં અલ્કાબેન હર્ષદભાઇ ભટ્ટ નામના પ૨ વર્ષનાં પ્રૌઢા ભારે શરીરના કારણે ધક્કા મક્કી વખતે ગબડી પડયાં પછી ઉભા થઇ શક્યાં ન હતાં અને તેના પર અન્ય ભાવિકો પડવા અને ચાલી જવાથી તેઓ બેભાન બની ગયાં હતાં.

તેને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગાંધીનગર સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં ફરજ પરનાં તબીબે તેને નિષ્પ્રાણ જાહેર કર્યા’ હતાં. આ બનાવમાં અન્ય ચાર ભાવિકોને નાની મોટી ઇજા થઇ હતી.

બનાવની જાણ થવાનાં પગલે કલેક્ટર પી. સ્વરૂપ તથા જિલ્લા પોલીસ વડા શરદ સીંગલ વહેલી સવારે જ હોસ્પિટલ દોડી આવ્યાં હતાં. પેથાપુર પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરીને અલ્કાબેનનું પીએમ કરાવી મૃતદેહનો કબ્જો તેનાં પરિવારજનોને સોંપ્યો હતો.

રસ્તા પહોળા-વન-વે કરવાની જરૂર :

પલ્લી મહોત્સવમાં પ્રતિવર્ષ જોડાતાં ભાવિકોની સંખ્યામાં જંગી વધારો થતો જાય છે. જ્યારે રૂપાલ ગામના રસ્તા જેમના તેમ રહ્યાં છે. ટ્રસ્ટનાં મેનેજર અરવિંદભાઇ ત્રિવેદીએ જણાવ્યું કે, અહીં ઉપસ્થિત થતાં ભાવિકોના ધસારાને ધ્યાને લઇને હવે રસ્તા પહોળાં કરવાની તથા વન-વે કરવાની જરૂર ઉબી થઇ છે.

ડીવાયએસપીને સોંપાયેલી તપાસ :

રૂપાલની પલ્લી મહોત્સવમાં મહિ‌લાનાં મૃત્યુની બનેલી ઘટનાની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલે જણાવ્યું કે આ પ્રસંગના વીડિયો ફુટેજ ચેક કરવામાં આવશે. તેમાં કોઇની બેદરકારી જણાઇ આવશે, તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જ્યારે કલેક્ટર પી.સ્વરૂપે કહ્યું, કે પોલીસનાં તપાસ રિપોર્ટ બાદ જરૂર જણાશે તો ન્યાટિક તપાસ કરવામાં આવશે.

રૂપાલની પલ્લીમાં ૧૫ કરોડ રૂ.નાં ઘીનો અભિષેક થશે

Naren Panchal, Gandhinagar | Oct 19, 2012, 04:00AM IST

આસ્થાનાં પ્રતિકસમા વરદાયિની માતાજીનાં ધામમાં શ્રધ્ધાળુઓ ચોખ્ખા ઘીની નદી વહેડાવશે

નવરાત્રીમાં નોમનાં દિવસે ગાંધીનગર પાસે આવેલા નાનકડા રૂપાલ ગામમાં શક્તિની ભક્તિનાં ઘોડાપૂર ઉમટતાં જોવા મળશે. ભક્તિમાં ઓતપ્રોત થઇ જતાં શ્રધ્ધાળુઓ દ્વારા તા-૨૪મીએ રાત્રે માતાજીને ‘ચોખ્ખા ઘી’નો અભિષેક કરવામાં આવશે, ત્યારે ગામની શેરીઓ માં રીતસર ઘીની નદી વહેતી થશે.

હૈયેહૈયુ દબાય તેટલી ભાવિકોની ભીડ વચ્ચે ‘જય જય વરદાયિની’નાં જયઘોષથી ગગન ગુંજી ઉઠશે. લાખ્ખો શ્રધ્ધાળુઓ
માટે આ ધર્મોત્સવ જીવનભરનું સંભારણું બની રહે છે. આવખતે રૂપિયા ૧૫ કરોડની કિંમતનાં ૫ લાખ કિલો ચોખ્ખા ઘીનો અભિષેક થવાનો છે.

વરદાયિની મંદિરનાં મેનેજર અરવીંદભાઇ ત્રિવેદીનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું શક્તિ પ્રત્યેની ભક્તિ અને આસ્થાનો આ અનોખો ભાવ દુનિયાભરમાં ક્યાંય જોવા ન મળે તેવા આ ધાર્મિક પ્રસંગની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ ગ્રામ પંચાયત, મંદિર ટ્રસ્ટ અને સેંકડો યુવાનો અને ભાવિકો દ્વારા શરૂ કરવામાં આવી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું, કે છેલ્લા ૧૦ વર્ષથી શ્રધ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

આ વખતે પણ ૧૦ લાખથી વધુ લોકો માતાજીની પલ્લીનાં દર્શન અને બાધા કરવા માટે ઉમટી પડે તેવી શક્યતાઓ જણાય છે. તેમણે જણાવ્યું કે નવરાત્રીનાં પ્રથમ દિવસથી અનેક ભકતો દ્વારા ઘીનો જથ્થો મંદિરમાં મોકલવામાં આવી રહ્યો છે.

બે દિવસમાં તો ઘીનાં સેંકડો ડબા આવી ચૂક્યાં છે અને અનેક ભકતોએ રોકડા રૂપિયા ચૂકવી ઘી નોંધાવી દીધું છે.
આ વખતે માતાજીનાં અભિષેકમાં પાંચ લાખ કીલો ઘીનો વપરાશ થશે. એક કિલોનાં રૂપિયા ૩૦૦ લેખે ૧૫ કરોડ રૂપિયાનું ઘી માતાજીને ચઢશે. ત્યારે ગામમાં જાણે ઘીની નદી વહેતી હોય તેવું દ્રશ્ય જોવા મળે છે.

રૂપાલમાં આ વખતે દશેરાએ માતાજીની પલ્લી ભરાશે

ગાંધીનગર જિલ્લાનાં સુપ્રસિધ્ધ રૂપાલ ગામે આવેલા વરદાયિની માતાજીનાં મંદિરે પરંપરાગત રીતે ભરાતી માતાજીની પલ્લી આ વખતે ૨૪મી ઓક્ટોબરને બુધવારે એટલે કે દશેરાનાં દિવસે ભરાશે. ધાર્મિક પરંપરા અનુસાર નવરાત્રીનાં ૯માં દિવસે રૂપાલમાં માતાજીની પલ્લી ભરવામાં આવે છે. વરદાિયની માતાજીનાં મ્દિરનાં મેનેજરનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે નવરાત્રી એટલે શક્તિની ભક્તિ કરવાનાં ૯ દિવસ.

નવરાત્રીમાં કોઇ એક તિથીનો ક્ષય થતો હોય તો ૯ દિવસનાં બદલે ૮ દિવસની નવરાત્રી ગણવામાં આવે છે. તે પ્રમાણે નવરાત્રીનાં ગરબા પણ આ વખતે ૮ દિવસ જ યોજવામાં આવ્યાં છે. પરંતુ રૂપાલમાં વર્ષોની પરંપરા મુજબ ૯માં દિવસે એટલે કે ‘આસો સુદ નોમ’ નાં દિવસે જ માતાજીની પલ્લી ભરવામાં આવે છે. આ પરંપરા છેલ્લા સાડા પાંચ હજાર વર્ષથી ચાલી આવે છે. તે પ્રમાણે આ વખતે ૮ દિવસની નવરાત્રી હોવા છતાં રૂપાલનાં મંદિરમાં નવરાત્રીનાં ૯ દિવસની ગણતરી પ્રમાણે દશેરાનાં દિવસે પલ્લી ભરાશે.

ગત વર્ષે ૪.૫ લાખ કિલો ઘીનો અભિષેક થયો હતો

મંદિરમાંથી મળતી વિગતો અનુસાર ગત વર્ષે માતાજીની પલ્લી ભરાઇ ત્યારે લાખો ભકતો દ્વારા ૪.૫ લાખ કિલો ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. પલ્લીનાં દિવસે સવારથી શ્રધ્ધાળુઓનાં ટોળા ઘીનો જથ્થો લઇને ઉમટી પડે છે. પાઉચ, ડોલચુ, બરણી, સ્ટીલની નળી અને ૨૦૦થી ૫૦૦ કિલો ઘી સમાય તેવા બેરલ ભરેલા વાહનોની ગામમાં લાંબી લાઇન લાગશે. ભકતો તેમની શ્કતિ અને માનતા પ્રમાણે માતાજીને ઘીનો અભિષેક કરતા હોય છે.

ગામનાં પશુપાલકો ૨૫ દિવસ સુધી ડેરીમાં દૂધ ભરાવતા નથી

રૂપાલ ગામનાં ૧૮૦૦ પશુપાલકો દ્વારા આ ધાર્મિક અવસરનો લાભ લેવા માટે આસો સુદ નોમનાં ૨૫ દિવસ અગાઉથી ડેરીમાં દૂધ ભરાવવાનું બંધ કરી દેવામાં આવે છે. રોજનાં ૬ હજાર લીટર લેખે દોઢ લાખ લીટર દૂધ ભેગુ કરી ગ્રામજનો દ્વારા ૩૦ હજાર કિલો ઘી બનાવશે. જે માતાજીની પલ્લી ભરાય ત્યારે અભિષેક કરી તેમની માનતા પૂર્ણ કરશે.

માતાજીની પલ્લીનાં પ્રસંગનું જીવંત પ્રસારણ

અગાઉનાં વર્ષની જેમ આ વર્ષે પણ માતાજીની પલ્લી ભરવાનાં પ્રસંગનું લાઇવ ટેલીકાસ્ટ કરવા માટેની તમામ ટેકનિકલ કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમજ ગામમાં દૂર સુધી બેઠેલા ભકતો પ્રસંગને નિહાળી શકે તે માટે જુદી જુદી જગ્યાઓ ઉપર ચાર મોટા સ્ક્રીન મૂકવામાં આવનશે. માતાજીની પલ્લી જ્યારે ગામમાં પ્રદક્ષીણા કરે ત્યારે દર્શનાર્થીઓનાં ધસારાને લક્ષમાં લઇ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇ અનિચ્છનિય બનાવ ન બને અને વ્યવસ્થાનાં ભાગરૂપે એસઆરપી અને પોલીસનો કાફલો તેહનાત કરી દેવામાં આવે છે.

You are here: Home » National » 1 killed, 5 injured during religious procession in Guj

1 killed, 5 injured during religious procession in Guj

Gandhinagar, Oct 25, 2012, (PTI):

A woman was killed and five others were injured when they fell amid a heavy rush of pilgrims during a religious procession at Rupal village in the district early today, a senior police official said.

“As procession of Palli (deity) of Vardayani Mata begun four hours late than its scheduled time, a large number of people rushed towards the temple and in ensuing commotion this unfortunate incident happened,” said Superintendent of Police, Gandhinagar, Sharad Singhal.

“Alka Harshad Bhatt (54) died on the spot. Four others sustained minor injuries and one person had his hand fractured in this,” he said.

Every year on the ninth night of the Navratri festival scores of people come to Rupal village to pay their respect to ‘vardayini mata’.

“The procession usually starts at midnight but today it began at around 4 AM and this time approximately 12-15 lakh people were present in the village,” Singhal said.

9 responses

25 06 2008
Gati

jigabhai vardayinimaa & Palli na phota & video muko to hu New zEaland thi dekhi saku.
msg karta rahejo.

19 05 2009
mehul barot

hello jigabhai kem cho i am from usa florida, hu rupal gaam no j chu ane ane i am requesting that plz uplod the latest video of mataji i really want to see that plz can if.

30 10 2009
reena malhotra

nava news kyare lakhaso mandir ma khub gadbad chale chhe?

21 05 2010
rakshak

rupal temple ma tantra bahu gadbad bharelu chale chhe ,,yaaar nahi
bahu badha kaubhand pan
ane government ek dam chup chhe….

27 08 2010
Rupen patel

આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

28 08 2010
jignesh patel australia

hi every body to people of rupal,i am jignesh from australia.my house is in the moto madh near the mandad tower and every body know me as a lalo.i am missing my native place rupal too much and want to hear about it some latest as well as some video clip also ,now i m in adelaide but my heart is in my mota madh na otle j only. i m missed u all and rupal also .now a days i have son so my wife and my both kids will come over there to sit on norta,then i will also come there in november month .then i will full fill my all wish to the rupal

thank you
jignesh kantilal patel(lalo)

13 10 2010
Vivek

hello jignesh bhai
tame metaji ni site kholi ne khub saru kam karyu 6 ana thi foren ma apda bhai beno ne palli jova no lavho mali rahe 6e
keep it up
good
god bless u

3 10 2011
Raghav

jignesh bhai hu pan aa wakhte video you tube par upload karvano chu. jai vardayini maa….

16 04 2012
Rajan patel

jigneshbhai hum bhi ap k sath hai,hum bhi ma vadayini ke pallirath ki video aur ma vardayini ki is website ki link ko facebook,orcut par upload kar k sab logo ko ma vardayini ke pallirath ki jankari dene me apka sath denge…
Jay ma vardayini…

Leave a comment